ફિલ્મ જગત
News of Friday, 29th June 2018

સંજય દત્તના જીવનની કહાની 'સંજૂ' આજથી રિલીઝ

નિર્માતા વિનોદ ચોપડા, રાજકુમાર હિરાની અને ફોકસ સ્ટાર સ્ટુડિયો તથા નિર્દેશક રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજૂ' આજથી રિલીઝ થઇ છે. ફિલ્મમાં સંગીત રોહન રોહન, વિક્રમ મંટ્રોઝનું છે. રણબીર કપૂર, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, પરેશ રાવલ, મનિષા કોઇરાલા, દિયા મિર્ઝા, વિક્કી કોૈશલ, જિમ સરલ, બોમન ઇરાની સહિતના કલાકારોએ ભૂમિકા ભજવી છે.

બોલીવૂડ હીરો સંજય દત્તના જીવન પરની આ ફિલ્મ છે. સંજય દત્તે રાજકુમાર હિરાની સાથે ત્રણ ફિલ્મોમાં કામ કર્યુ છે. એ ત્રણેય ફિલ્મો સુપરહિટ હતી. એ ફિલ્મોના શુટીંગ વખતે સંજય દત્તે પોતાના જીવન સાથે જોડાયેલા કિસ્સા રાજકુમાર હિરાનીને સંભળાવ્યા હતાં. એક દિવસ રાજકુમારને વિચાર આવ્યો કે આ કિસ્સાઓ પરથી જ એક ફિલ્મ બનાવીએ. તેણે સંજય દત્તને વાત કરી અને તેણે હા પાડતાં આ ફિલ્મનું કામ શરૂ થયું. સંજય દત્તના ડ્રગ્સના કિસ્સા, પિતા સાથેની નારાજગી, માતાને ગુમાવવી, સ્ટાર બનવું, ટોચ પર પહોંચવું, એકાએક તળીયે પહોંચી જવું. પોતાનાને ખોવા, આતંકવાદનો આરોપ મુકાવો, કેસ ચાલવો, જેલમાં જવું, સજા કાપવી, ફરી એક વખત બોલીવૂડમાં આવવું અને લગ્ન કરવા.

આવુ બધુ ફિલ્મમાં જોવા મળશે. સાથોસાથ મજેદાર અને દર્દનાક પ્રસંગો પણ જોવા મળશે. આ ફિલ્મ જોતી વખતે દર્શકો બોલી ઉઠશે કે સાચ્ચે આવું થતું હશે? આ અવિશ્વસનીય કહાની છે, પણ સાચી છે. રણબીર કપૂરે સંજય દત્તને પોતાના અંદર આબેહુબ ઉતારી લઇ અદ્દભુત અભિનય આપ્યો છે.

(10:15 am IST)