ફિલ્મ જગત
News of Friday, 29th June 2018

પ્રિયંકા ચોપડા સાથે ફરહાન અખ્તરની જોડી

સોનાલી બોઝ જલ્દી એક ફિલ્મની શરૂઆત કરશે. આયેશા ચોૈધરીના જીવન પર આધારીત આ ફિલ્મમાં મુખ્ય બાળ કલાકાર તરીકે જાયરા વસીમ હશે. જેણે દંગલ અને સુપરસ્ટારમાં કામ કર્યુ છે. જ્યારે પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર પણ મહત્વના રોલમાં છે. પહેલા ફરહાનની બદલે અભિષેક બચ્ચનના નામની ચર્ચા થઇ હતી. પ્રિયંકા અને અભિષેકે દોસ્તાના સહિતની ફિલ્મો કરી હતી. પણ ઐશ્વર્યાએ અભિષેકને આ ફિલ્મ કરવાની ના પાડી દેતાં તેની જગ્યાએ ફરહાનની પસંદગી થઇ છે. હવે પ્રિયંકા અને ફરહાન જાયરાના માતા-પિતાનો રોલ નિભાવશે. ઓગષ્ટમાં ફિલ્મનું કામ શરૂ થઇ જશે. આ પહેલા આ જોડીએ ફિલ્મ દિલ ધડકને દોમાં કામ કર્યુ હતું. જેમાં બંને ભાઇ-બહેન બન્યા હતાં. આયેશા ચોૈધરી ૧૩ વર્ષની છોકરી હતી. જે પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બિમારીથી પીડાતી હતી. આમ છતાં તેણે એક પુસ્તક લખ્યું હતું અને લોકોને જાગૃત કર્યા હતાં.

(10:14 am IST)