ફિલ્મ જગત
News of Friday, 29th June 2018

હોલીવૂડની હોરર ફિલ્મમાં જૈકલીન

બોલીવૂડમાં નામના બનાવી ચુકેલી શ્રીલંકન સુંદરી જૈકલીન ફર્નાન્ડીઝ હવે હોલીવૂડમાં પણ કદમ માંડી રહી છે. તેની હોલીવૂડની ફિલ્મ 'ડેફિનેશન ઓફ ફિયર' આવી રહી છે. જૈકલીન આ ફિલ્મ રિલીઝ થાય તેની આતુરતાથી રાહ જોઇ રહી છે. જૈકલીનની આ પહેલી ઇંગ્લીશ ભાષાની ફિલ્મ છે. જેનું નિર્દેશન જેમ્સ સિમ્પસને કર્યુ છે. તેના કહેવા મુજબ આ ફિલ્મ સાયકોલોજિકલ હોરર ફિલ્મ છે. જે તમને સતત ડરાવશે. જૈકલીનનો રોલ આ ફિલ્મમાં ખુબ શાનદાર છે, તેને આ ફિલ્મમાં લઇને હું ઉત્સાહિત છું. ટ્રેલરમાં જૈકલીન કહે છે કલ્પના કરો ડર કેવી રીતે ઉભો થાય છે?...પછી ડરની કહાની શરૂ થાય છે. ફિલ્મમાં અનેક ડરામણા અને અચંભીત કરી દેતાં દ્રશ્યો-ઘટનાઓ હશે. આ ફિલ્મની કહાની ડર વિશે છે.

(10:14 am IST)