ફિલ્મ જગત
News of Friday, 29th May 2020

દિગ્દર્શક રમેશ સિપ્પીએ ફિલ્મ શાનની થ્રોબેક તસ્વીર કરી શેયર: જોની વોકર, શશી કપૂર, બિંડિયા ગોસ્વામી અને અમિતાભ બચ્ચન મળ્યા જોવા

મુંબઈ: બોલિવૂડ સ્ટાઈલ, સીતા અને ગીતા, શોલે, સાગર વગેરે જેવી ફિલ્મોનું સફળતાપૂર્વક નિર્દેશન કરનાર રમેશ સિપ્પીએ જૂની યાદોને તાજી કરતાં સોશ્યલ મીડિયા પર થ્રોબેક તસવીર શેર કરી છે.આ તસવીર 1980 ની ફિલ્મ શાનના શૂટિંગ દરમિયાન લેવામાં આવી હતી. બ્લેક એન્ડ વ્હાઇટ, આ તસવીરમાં  અભિનેતા અને હાસ્ય કલાકાર દિવંગત જોની વોકર, દિવંગત અભિનેતા શશી કપૂર, બિંદીયા ગોસ્વામી અને અમિતાભ બચ્ચન નજરે પડે છે.રમેશ સિપ્પીએ આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને લખ્યું - 'દરિયામાં શિપ ચલે પાશા ... આજે નવો જુવો તમાશા. શાન ફિલ્મમાં જોની  વોકર, બિંદિયા, અમિતાભ બચ્ચન અને શશી કપૂર! ' 1980 માં રિલીઝ થયેલી ફિલ્મ 'શાન' મલ્ટિસ્ટારર ફિલ્મ હતી. આ ફિલ્મમાં સુનીલ દત્ત, અમિતાભ બચ્ચન, બિંદિયા ગોસ્વામી, જોની  વોકર, શશી કપૂર, પરવીન બોબી, શત્રુઘ્ન સિંહા, રાખી ગુલઝાર વગેરે મુખ્ય ભૂમિકામાં હતા.

(5:14 pm IST)