ફિલ્મ જગત
News of Friday, 29th May 2020

પાર્ટી ઇન ધ હાઉસઃ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ લોકડાઉન બાદ લોકો કેવી રીતે ફ્લર્ટિંગ કરશે તેનો વીડિયો ઇન્‍સ્ટાગ્રામ ઉપર શેર કર્યો

નવી દિલ્હી: અભિનેત્રી અને પૂર્વ બ્યુટી ક્વિન ઉર્વશી રૌતેલાએ ભવિષ્યવાણી કરી છે કે હવે 2020માં લોકડાઉન બાદ લોકો કેવી રીતે ફ્લર્ટિંગ કરશે. ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ગીત પર પોતે જ નાચતા આ વીડિયો 'પાર્ટી ઈન ધ હાઉસ' શેર કર્યો છે. જેમાં તે લાલ રંગના ક્રોપ ટોપ અને ડિનિમ્સમાં જોવા મળે છે.

તેણે વીડિયોને કેપ્શન આપી છે 'હું તમારી સાથે ક્વોરન્ટાઈન થવા અને ઘર પર પાર્ટી કરવા માંગુ છું- 2020માં ફ્લર્ટિંગ...યુ આર..દ્વારા નિર્દેશિત.' તેણે હાલમાં જ એક શોર્ટ વીડિયો શેર કર્યો હતો જેમાં તે પુરુષોને લઈને પોતાના ટેસ્ટ અંગે કટાક્ષ કરે છે.

આ વીડિયોને પોસ્ટ કરતા તેણે દિલ ઈમોજી સાથે લખ્યુ કે 'લોકોને લઈને ખરાબ ટેસ્ટ મારી પ્રતિભા છે.'

આ બધા વચ્ચે અભિનેત્રી પોતાની ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા ની ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. તેણે પ્રશંસકોને આશ્વાસન આપ્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ જોવાનો અનુભવ થિયેટરોમાં જોવા કરતા જરાય ઓછો નહીં હોય.

વર્જિન ભાનુપ્રિયામાં ગૌતમ ગુલાટી, અર્ચના પુરનસિંહ, ડેલનાઝ ઈરાની, રાજીવ ગુપ્તા અને વૃજેન્દ્ર કાલા, નિકી અનેજા વાલિયા તથા રૂમાના મોલ્લા પણ છે.

(4:50 pm IST)