ફિલ્મ જગત
News of Friday, 29th May 2020

ફિલ્મોમાં પોતાની વિલનની ભૂમિકાઓથી લોકોના લોહી ઉકળાવી દેનાર મોડલ કમ એક્ટર સોનુ સુદ અસલ જીંદગીમાં લોકોના પગલા છાલા અને દર્દ પર મલમ લગાવવાનું કામ કરે છે

નવી દિલ્હી: મોડલ કમ એક્ટર સોનુ સૂદને આજે દેશ મજૂરોના મસીહા તરીકે ઓળખવા લાગ્યો છે. મજૂરોની મદદની સાથે તેનો વ્યવહારિક પહેલુ પણ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. માઈગ્રન્ટ્સની સાથે વન ટુ વન કનેક્શનની સાથે જ તેનો મજાકિયા અંદાજ લોકોના હ્રદયને સ્પર્શી રહ્યો ઓછે. ફિલ્મોમાં પોતાના વિલનની ભૂમિકાઓથી લોકોના લોહી ઉકળાવી દેનાર સોનુ સૂદ અસલ જિંદગીમાં લોકોના પગના છાલા અને દર્દ પર મલમ લગાડવાનું કામ કરે છે પરંતુ શું તમને ખબર છે કે બોલિવૂડમાં તે કેવી રીતે આવ્યો અને તેની આ સ્ટ્રગલ કેવી હતી?

એન્જિનિયરિંગ છોડી ફિલ્મોમાં આવ્યો

સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબના મોગા પંજાબમાં થયો હતો અને તે એક બિઝનેસ પરિવારમાંથી આવતો હતો. જો કે તેની માતા પ્રોફેસર હતી અને તે ઈચ્છતી હતી કે સોનુ એન્જિનિયર બને. સોનીએ તેમની આ ઈચ્છા પૂરી પણ કરી અને આ માટે તે નાગપુરના યશવંતરાવ ચૌહાણ અભિયાંત્રિકી મહાવિદ્યાલયથી ઈલેસ્ટ્રોનિક એન્જિનિયરની ડિગ્રી લઈને બહાર નીકળ્યો. પરંતુ આ દરમિયાન તેને મોડલિંગનો ચસ્કો લાગ્યો અને તે માતા પાસે એક વર્ષનો સમય માગીને મોડલિંગ અને ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો.

તામિલ ફિલ્મોથી કરી શરૂઆત

હિન્દુ, તેલુગુ, કન્નડ, અને તામિલ ફિલ્મોની સાથે સાથે સોનુ સૂદે અનેક નામચીન કંપનીઓની એડમાં પણ કામ કર્યુ છે. તેણે પોતાની પહેલી ફિલ્મ 1999માં તામિલ ફિલ્મ કાલજઘરમાં પાદરીની ભૂમિકા કરી હતી. ત્યારબાદ તમિલ ફિલ્મ મજનૂ (2001)થી તેની સાઉથમાં ઓળખ બની ગઈ. આ બાજુ સોનુએ હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયની શરૂઆત શહીદ એ આઝમ ભગતસિંહના રોલથી કરી. ત્યારબાદ તેણે મણિરત્મની યુવા (2004) અને આશિક બનાયા આપને (2005) કરી. ત્યારબાદ સોનુએ અનેક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ મોટાભાગની ફિલ્મોમાં તેને વિલનની ભૂમિકા જ મળી.

દબંગમાં છેદી સિંહની દમદાર ભૂમિકા માટે મળ્યા બે એવોર્ડ

સલમાન ખાનની દબંગમાં વિલન છેદી સિંહની ભૂમિકા માટે સોનુ સૂદને બે એવોર્ડ મળ્યાં. પહેલો અપ્સા એવોર્ડ અને બીજો આઈઆઈએફએ નો બેસ્ટ વિલનનો એવોર્ડ.

ટોપ 100 હેન્ડસમ મેનની લિસ્ટમાં પણ સામેલ છે સોનુ

એક ઈન્ડિયન વેબસાઈટ દ્વારા કરાયેલા ટોપ ઈન્ડિયન હેન્ડસમ મેનમાં સોનુ સૂદ પણ સામેલ છે. આ સાઈટના જણાવ્યાં મુજબ સોનુ સૂદનો 47મો ક્રમ છે. અત્રે જણાવવાનું કે સાઉથની પહેલી ફિલ્મ પણ તેને પોતાા બોડી ટોન અને હેન્ડસમ લૂકના કારણે મળી હતી.

સોનુ સ્ટ્રગલના દિવસો ભૂલ્યો નથી

સોનુ જ્યારે મુંબઈ ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે આવ્યો હતો તો એક ફ્લેટમાં 5-6 લોકો સાથે રહેતો હતો. કામની શોધ ચાલુ હતી. પરંતુ દરેક જગ્યાએથી રિજેક્શન મળતુ હતું. પરિવાર પાસે પૈસા માંગવા તેને ગમતું ન હતું. આથી તે જ્યાં સુધી પહેલો બ્રેક ન મળ્યો ત્યાં સુધી ખુબ જ તંગ જીવન જીવતો રહ્યો હતો.

જ્યારે સોનુએ હીરોઈન માટે મોકલી હતી પોતાની તસવીર

સોનુને જ્યારે પણ ખબર પડતી કે એક્ટર્સની જરૂર છે તો તે પોતાનો પોર્ટફોલિયો તરત મોકલી દેતો હતો. એકવાર સોનુ સૂદે એવી જગ્યાએ પોતાનો પોર્ટફોલિયો મોકલ્યો કે જ્યાં હીરોઈનની જરૂર હતી. મોકલ્યા બાદ ખબર પડી કે તેણે આ શું કરી નાખ્યું. પરંતુ તેનુ નસીબ રંગ લાવ્યું અને સોનુને એક દિવસ ત્યાંથી ફોન આવ્યો કે તે શું સાઉથ ઈન્ડિયન ફિલ્મમાં કામ કરવા ઈચ્છે છે. જો હા તો ઓડિશન માટે આવી જાય. ઓડિશન માટે સોનુ પહોંચ્યો અને તેને શર્ટ ઉતારવાનું જણઆવ્યું તો આ સાંભળીને તે શોક થઈ ગયો. પરંતુ શર્ટ ઉતારી અને તેનું સિલેક્શન તેના બોડીને જોઈને જ થઈ ગયું.

(4:50 pm IST)