ફિલ્મ જગત
News of Friday, 29th May 2020

હવે અક્ષયની 'લક્ષ્મી બમ' પણ ઓટીટી પર રિલીઝ થશે

'લક્ષ્મી બમ'ને ઓટીટી પ્લેટફોર્મ પર ૧૨૫ કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી

મુંબઇ, તા.૨૯: છેલ્લા કેટલાક સપ્તાહથી એવા રિપોર્ટ્સ આવી રહ્યા હતા કે, અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બમ'ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. હવે, આ રિપોર્ટ્સમાં તથ્ય દેખાઈ રહ્યું. અસલમાં એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલના તાજેતરના રિપોર્ટ અનુસાર, ફિલ્મના એકસકલુઝિવ પ્રીમિયર રાઈટ્સ એક OTT પ્લેટફોર્મ દ્વારા ખરીદાઈ ચૂકયા છે અને ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે.

આ લેટેસ્ટ રિપોર્ટના સાઙ્ખર્સ પર વિશ્વાસ કરવામાં આવે તો શરૂઆતમાં ફિલ્મમેકર અને ઓટીટી પ્લેટફોર્મની વચ્ચે કેટલીક વાતો અંગે મામલો અટકેલો હતો. હવે બધું સ્પષ્ટ થઈ ચૂકયું છે અને ફિલ્મ શ્નલક્ષ્મી બમલૃઆઙ્ખનલાઈન રિલીઝ માટે તૈયાર છે.

ફિલ્મ 'લક્ષ્મી બમ'ના ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝની ઓફિશિયલ ઘોષણા કેમ કરવામાં નથી આવી રહી, એના પર વાત કરતા એક સૂત્રે જણાવ્યું કે, નિર્માતાઓને પ્રોજેકટના તૈયાર કરવા માટે ઓછામાં એક મહિનાનો સમય જોઈશે કારણ કે, ફિલ્મના પોસ્ટ પ્રોડકશનનું કામ હજુ બાકી હતું અને તે લાઙ્ખકડાઉન ખતમ થવાની રાહ જોઈ રહ્યાં હતા. સૂત્રે જણાવ્યું કે, લોકડાઉન ખતમ થયાના ઓછામાં એક મહિના સુધી ફિલ્મનું પ્રીમિયર નહીં થાય અને હજુ રિલીઝની તારીખ પણ નક્કી કરાઈ નથી. સૂત્રએ આગળ જણાવ્યું કે, 'લક્ષ્મી બમ'ને ઓટીટી પ્લેટફોર્મ પર ૧૨૫ કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનો સલમાનની ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'ની સાથે કલેશ થવા છતાં ફિલ્મ બોકસ ઓફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરત. જણાવી દઈએ કે, અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બમ'ઉપરાંત અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની 'ગુલાબો સિતાબો'અને વિદ્યા બાલનની 'શકુંતલા દેવી'જેવી મોટી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર આવવાની છે.

(11:36 am IST)