ફિલ્મ જગત
News of Friday, 29th May 2020

પતિ સાથે મળી શો નિર્માણનું કામ કરશે દિવ્યાંકા

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી હવે પ્રોડકશન હાઉસનું કામ પણ સંભાળશે. કોરોના વારયસ અને લોકડાઉનને કારણે અનેક મોટા ઉદ્યોગો પ્રભાવીત થયા છે. આવા સમયે દિવ્યાંકાએ નવો બિઝનેસ શરૂ કર્યો છે. તેણે પતિ વિવેક દહિયા સાથે મળી પ્રોડકશન હાઉસનું કામ સંભાળ્યુ઼ છે. પતિ વિવેક સાથે મળીને દિવ્યાંકાએ 'વન રીઝન ફિલ્મ્સ' નામથી પ્રોડકશન હાઉસ શરૂ કર્યુ છે. લોકડાઉન પુરૂ થતાં જ બંને સાથે મળી ટીવી શોનું નિર્માણ શરૂ કરશે. પતિ-પત્નિએ મળીને કેટલાક શો માટેની સ્ક્રિપ્ટ પણ ફાઇનલ કરી લીધી છે. સોૈથી પહેલા પોતાના આ શો વેબ સિરીઝ તરીકે રિલીઝ કરશે. એ પછી ટીવી અને ફિલ્મો તરફ પણ આગળ વધવાની તૈયારી છે. દિવ્યાંકા ત્રિપાઠીને ટીવી શો યે હૈ મહોબ્બતેને કારણે ઘર-ઘરમાં ઓળખ મળી છે. તે રિયાલીટી શોમાં પણ કામ કરી ચુકી છે. યે હૈ ચાહતેમાં પણ તેનો રોલ દર્શકોને ખુબ ગમ્યો હતો. સોશિયલ મિડીયા પર પણ દિવ્યાંકા સતત સક્રિય રહી તસ્વીરો, વિડીયો અપલોડ કરતી રહે છે.

(9:39 am IST)