ફિલ્મ જગત
News of Friday, 29th May 2020

કાલી બનીને આવી રહ્યો છે અભિષેક

વેબ સિરીઝનું ચલણ વધ્યું જ હતું, તેમાં લોકડાઉન ડિજીટલ પ્લેટફોર્મને ખુબ ફળ્યું છે. એક પછી એક નવી સિરીઝ અને ફિલ્મો ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. છેલ્લે પાતાલ લોકમાં હથોડા ત્યાગીનો દમદાર રોલ નિભાવી ખુબ વાહ-વાહ મેળવનારા અભિનેતા અભિષેક બેનર્જીને આ અઠવાડીયામાં જ ચાહકો નવા એક રૂપમાં જોઇ શકશે. ૨૯મી મેના રોજ ઝી-ફાઇવ પર  'કાલી'ની બીજી સિરીઝ સ્ટ્રીમ થશે. આ સિઝનમાં અભિષેક કાલીના રોલમાં જોવા મળશે. સાથે મુખ્ય અભિનેત્રી પાઉલી દામનો પણ ખાસ રોલ છે. કાલીની નવી સિઝનમાં માતા-પુત્રીની કહાની છે. બાળકને માતાથી દૂર કરી દેવામાં છે. બાળકને બચાવવા કાલી શું શું કરે છે તેની વાત છે. પહેલી સિઝનમાં પણ આવી જ વાત હતી. બાળકને બચાવવા કાલી ક્રાઇમની દૂનિયામાં એન્ટ્રી કરે છે તેની વાત હતી. ઝી-ફાઇવ ર કહેને કો હમસફર હૈની ત્રીજી સિઝન પણ આવી રહી છે. જેમાં રોનિત રોયનો મુખ્ય રોલ છે. 

(9:38 am IST)