ફિલ્મ જગત
News of Friday, 29th May 2020

યામીએ કહ્યું સાવચેતી ખુબ રાખવી પડશે

કોરોનાને કારણે બધા જ અભિનેતા-અભિનેત્રીઓ ઘરમાં છે. સોૈ કોઇ ફરીથી શુટીંગ શરૂ થાય તેની રાહમાં છે. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જન્મેલી યામી ગોૈતમ ફેર એન્ડ લવલી ગર્લથી જાણીતી છે. ૨૦૦૮માં ટીવી શો ચાંદ કે પાર ચલો થકી અભિનય શરૂ કરનાર યામીએ બીજા છએક શો પણ કર્યા હતાં. એ પછી ૨૦૦૯થી ત્રણ વર્ષ સુધી કન્નડ, પંજાબી, તેલુગુ ફિલ્મો કરી હતી અને ૨૦૧૨માં વિક્કી ડોનર નામની હિન્દી ફિલ્મ મળી હતી. ત્યારબાદ તે બોલીવૂડમાં સતત કામ કરી રહી છે. યામીએ લોકડાઉન સંદર્ભે કહ્યું હતું કે આ કયારે પુરૂ થશે તેની ખબર નથી અને એ કારણે ફિલ્મોનું શુટીંગ ફરી કયારે શરૂ થઇ શકશે તેની પણ જાણકારી નથી. લોકડાઉન હટ્યા પછી પણ ખુબ જ સાવચેતી રાખવી પડશે. મારી પાસે અગાઉની જે ઓફર હતી તે ડિજીટલ પ્લેટફોર્મ માટેની હતી. પરંતુ લોકડાઉનને કારણે આ કામ આગળ વધી શકયું નથી. લોકડાઉન હટે તો પણ નિયમો, સાવચેતી અને માર્ગદર્શનનું પાલન કરવું પડશે. મને નથી લાગતું કે હાલત બહુ ઝડપથી સારા થાય.

(9:37 am IST)