News of Wednesday, 29th May 2019
ઇસ પ્યાર કો કયા નામ દૂ... ફેઇમ ટીવી સ્ટાર વરૂણ બનશે પિતા
ટીવી શો 'ઇસ પ્યાર કો કયા નામ દૂં' ફેઇમ અભિનેતા વરૂણ સોબતીના ઘરે ટુંક સમયમાં જ નાનકડા મહેમાનનું આગમન થશે. તેની પત્નિ પશ્મીન મનચંદા પ્રેગનન્ટ છે અને તાજેતરમાં તેનો સિમંત પ્રસંગ યોજાયો હતો. તેની તસ્વીરો સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થઇ હતી. આ તસ્વીરમાં અભિનેત્ર સાઇ દેવધરે પોસ્ટ કર્યા છે. જે વરૂણ અને પશ્મીન એમ બંનેની દોસ્ત છે. વરૂણ અને પશ્મીને વર્ષ ૨૦૧૦માં લગ્ન કર્યા હતાં. બંનેની લવસ્ટોરી સ્કૂલના સમયથી શરૂ થઇ હતી. પશ્મીન પહેલા ગર્લ્સ સ્કૂલમાં હતી. નવમા ધોરણથી બીજી સ્કૂલમાં ગઇ હતી અને ત્યાં વરૂણ સાથે મુલાકાત થઇ હતી. લગ્નના આઠ વર્ષ પછી વરૂણ અને પશ્મીન હવે માતા-પિતા બનવાના છે.
(10:03 am IST)