ફિલ્મ જગત
News of Tuesday, 29th May 2018

ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનના સંગીતકારો બદલાયા

મુંબઇ:મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી યશ રાજની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનના સંગીતકારો બદલાયા હોવાની જાણકારી મળી હતી.

અગાઉ ફિલ્મ સાથે શંકર અહેસાન, લોય સંગીતકારો તરીકે જોડાયેલા હતા. પરંતુ સ્ક્રીપ્ટમાં કેટલાક ફેરફાર કરાતાં ત્રિપુટીને લાગ્યું કે પોતે ફિલ્મ સર્જકોની અપેક્ષા મુજબનું કામ કદાચ નહીં કરી શકે એટલે લોકોએ ફિલ્મ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. હવે તેમના સ્થાને અજય અને અતુલ ગોગાવાલે ફિલ્મના સંગીતકાર બન્યા છે.ભારતમાં બ્રિટિશ રાજ સ્થપાઇ રહ્યું હતું ત્યારે એટલે કે આશરે ૧૮૩૯-૪૦ની આસપાસ દેશનાં કેટલાંક રાજ્યોમાં ઠગ ટોળીઓ હતી. જંગલ વાટે પસાર થઇ રહેલા મુસાફરોને ગીત સંગીતમાં ભોળવીને ઠગ ટોળીએ એક છેડે ગાંઠ મારેલા રેશમી રુમાલ દ્વારા મુસાફરોના ગળે ફાંસો આપીને મારી નાખતા હતા અને પછી મુસાફરોનો માલસામાન લૂંટી લેતા હતા. એવી કથા ધરાવતી ફિલ્મમાં હવે અજય અને અતુલ ગોગાવાલે સંગીત પીરસી રહ્યા છેબ્રિટિશ લશ્કરના એક અધિકારી કર્નલ ફિલિપ મીડોઝ ટેલરના કન્ફેશન ઑફ ઠગ પર આધારિત ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્ય કરી રહ્યા છે.

(4:55 pm IST)