ફિલ્મ અમાવસનું શૂટિંગ પૂરું
મુંબઇ: તેલુગુ ફિલ્મોના અભિનેતા. નિર્માતા અને આગેવાન વેપારી સચિન જોશીએ પોતાની આગામી હિન્દી ફિલ્મ અમાવસનું શૂટિંગ પૂરું કર્યું હોવાની જાણકારી મળી હતી.
આ ફિલ્મમાં અભિનેત્રી નર્ગિસ ફખ્રી એની સાથે મુખ્ય ભૂમિકા કરી રહી છે. સચિને પહેલીવાર હિન્દી ફિલ્મ અઝાન ૨૦૧૧માં કરી હતી, ત્યારબાદ એણે સની લિયોની સાથે જેકપોટ ફિલ્મ કરી હતી. હવે એ અમાવસ નામની થ્રીલર ફિલ્મ કરી રહ્યો છે જેમાં નર્ગિસ ફખ્રી એની સાથે ચમકી રહી છે. લંડનમાં ૩૫ દિવસના શિડયુલનું કામ પતાવીને સચિન અને નર્ગિસ મુંબઇમાં પાછાં ફર્યાં હતાં.
હવે આ જોડી યૂરોપના દેશોમાં ફિલ્મના ગીતોના શૂટિંગ માટે રવાના થશે. સચિન પહેલીવાર થ્રીલર ફિલ્મ કરી રહ્યો છે એટલે એનો તરવરાટ સમજી શકાય એવો છે.
આથી વધુ ફિલ્મની સ્ટોરીલાઇન વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. ફિલ્મ ક્યારે રિલિઝ કરવાની છે એ વિશે પણ હજુ કોઇ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.