ફિલ્મ જગત
News of Tuesday, 29th May 2018

કંગના-રાજકુમાર સાથે અમાયરાને પણ મહત્વનો રોલ

અભિનેત્રી અમાયરા દસ્તુરને પણ 'મેન્ટલ હૈ કયા' ફિલ્મમાં રોલ મળ્યો છે. આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. અમાયરાએ કલેપબોર્ડનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફિલ્મમાં કંગના રાનોૈત અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની કહાની કનીકા ઢિલ્લોનએ લખી છે. આ ફિલ્મના નિર્દેશક રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા પ્રકાશ કોવેલમુદ્દી છે. તેણે અગાઉ સાઉથમાં અનાગાનાગા ઓ ધીરૂદુ અને સાઇઝ ઝીરો જેવી ફિલ્મો બનાવી છે. રાજકુમાર રાવ અને કંગના બીજી વખત સાથે કામ કરી રહ્યા છે. અગાઉ ૨૦૧૩માં બંનેએ કવીન ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. ફિલ્મના સહનિર્માતા એકતા કપૂરનું બેનર બાલાજી ટેલિફિલ્મ્સ છે. અમાયરાએ ૨૦૧૩માં ઇશક ફિલ્મમાં પ્રતિક બબ્બર સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી મિસ્ટર એકસ, કુંગ ફુ યોગા, કાલાકાંડી તથા સાઉથની ફિલ્મો કરી છે.

(10:04 am IST)