ફિલ્મ જગત
News of Thursday, 29th April 2021

‘અનુપમા’ સિરીયલમાં જબરા ઉતાર-ચઢાવઃ કોરોના કેસ-લોકડાઉનના કારણે આગામી ઍપિસોડનું શુટિંગ ગુજરાતમાં કરાશે

નવી દિલ્હીઃ ટીવીની દુનિયાના લોકપ્રિય શો 'અનુપમા ' આ દિવસોમાં દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. ડાયરેક્ટર રોમેશ કાલરા નિર્દેશિત આ શો પોતાના ટ્વિસ્ટ અને ટર્નથી લાંબા સમયથી ટીઆરપી ચાર્ટ પર રાજ કરી રહ્યો છે. હાલમાં આ શોટમાં એક્ટર અપૂર્વ અગ્નિહોત્રીની એન્ટ્રી થઈ છે. આ વચ્ચે શો સંબંધિત વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે, તે જાણ્યા બાદ શોના દર્શક ખુશીથી ઝુમી ઉઠશે.

મનોરંજન ન્યૂઝ વેબસાઇટ બોલીવુડલાઇફની ખબર અનુસાર, અનુપમાના પ્રોડ્યૂસર રાજન કોરોના વાયરસને કારણે મુંબઈમાં થયેલા લૉકડાઉનને જોતા આ શોનું શૂટિંગ ગુજરાતમાં શેડ્યૂલ કરવાના છે. રિપોર્ટ અનુસાર, તેના આગામી એપિશોડનું શૂટિંગ ગુજરાતમાં થશે.

રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે શૂટિંગ સેટમાં ફેરફારને કારણે આ શોમાં નવા-નવા ટ્વિસ્ટ આપવાના છે. સ્ક્રિપ્ટમાં પણ ફેરફાર પ્રમાણે અનુપમાનો પરિવાર ડેસ્ટીનેશન સગાઈ માટે જશે, ભલે પરિવારમાં ખુબ ચઢાવ-ઉતારની સ્થિતિ ચાલી રહી છે.

અહેવાલ પ્રમાણે શો સિવાય 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' માટે પ્રોડ્યૂસર રાજન રાહીએ આ નિર્ણય લીધો છે. આ શોનું શૂટિંગ ડેસ્ટિનેશન ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે. આ બન્ને શો સિવાય ટીવી શો કુમકુમ ભાગ્ય, કુંડલી ભાગ્ય અને અપના ટાઇમ આએગાનું શૂટિંગ ગોવામાં થઈ રહ્યું છે. જ્યારે તેરી મેરી એક જિંદગી પણ જયપુરમાં અને ક્યોં રિશ્તો મેં કટ્ટી બટ્ટીનું શૂટિંગ સુરતમાં નક્કી કરવામાં આવ્યું છે.

(4:19 pm IST)