ફિલ્મ જગત
News of Thursday, 29th April 2021

જેકી શ્રોફનો આજે જન્મદિનઃ અભિનેતાની પત્ની આયેશાને ૧૭ વર્ષ નાના અભિનેતા સાહિલ ખાન સાથે લફરૂ હતુઃ ટાઇગર શ્રોફને સાહિલે જ ફિટનેસ ટ્રેનીંગ આપી હતી

મુંબઇઃ જેકી શ્રોફે ફિલ્મ હીરોથી રાતોરાતો ફેમ મેળવી હતી. ત્યારબાદથી અભિનેતા 4 દાયકાથી ફિલ્મોમાં એક્ટિવ છે. જેકીએ હિન્દી ઉપરાંત તમિલ, બંગાળી, તેલુગુ, મલયાલમ, કન્નડ, મરાઠી, પંજાબી, અને ઓડિયા ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મોથી લઈને તેની લવ લાઈફના કારણે તે ખુબ ચર્ચામાં પણ રહ્યો છે. 

જેકી શ્રોફ 64 વર્ષનો થયો છે પરંતુ આજે પણ તેની ફિટનેસ યથાવત છે. જેકીએ આમ તો ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1982થી સ્વામી દાદા ફિલ્મથી કરી હતી. પરંતુ લીડ અભિનેતા તરીકે જેકીએ હીરો ફિલ્મ કરી. પહેલી જ ફિલ્મે જેકીને રાતો રાત સ્ટાર બનાવી દીધો. અત્રે જણાવવાનું કે ફિલ્મોમાં કામ કરતા પહેલા જેકી એક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.

ફિલ્મોમાં નામના મેળવી રહેલા જેકીને પહેલી નજરમાં જ આયેશા શ્રોફ સાથે પ્રેમ થઈ ગયો હતો. જેકીએ પહેલીવાર આયેશાને જોઈ ત્યારે તે 13 વર્ષની હતી. જેકીને આયેશા ખુબ જ ગમી ગઈ હતી પરંતુ તે ત્યારે ખુબ નાની હતી. પરંતુ ફરીથી બંનેની મુલાકાત એક રેકોર્ડિંગ દુકાન પર થઈ જ્યાં જેકીએ આયેશાને ખરીદીમાં મદદ કરી હતી.

જેકી આયેશાને ખુબ જ પ્રેમ કરતો હતો. ટોપ એક્ટર હોવા છતાં જેકીએ ક્યારેય આયેશાને દગો કર્યો નહીં અને તેના બર્થડેના દિવસે જ વર્ષ 1987માં લગ્ન કર્યા. આ કપલના બે બાળકો ટાઈગર અને કૃષ્ણા છે. ટાઈગર હાલ ફિલ્મોમાં અત્યંત સફળ અભિનેતા છે જ્યારે કૃષ્ણા સોશિયલ મીડિયા સેન્સેશન છે.

જેકીનો અઢળક પ્રેમ છતાં પત્ની આયેશાએ તેને દગો કર્યો જો કે જેકીએ તે સમયે પણ તેનો સાથ છોડ્યો નહીં. આયેશાનું તેના કરતા 17 વર્ષ નાના અભિનેતા સાહિલ ખાન સાથે અફેર થયું. આયેશાએ 2009માં ટ્રેનર સાહિલ સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું. સાહિત ખાનને જો કે દરેક ફિટનેસ પ્રેમી ઓળખતા જ હોય.

આયેશા અને સાહિલ હોટલ, પાર્ટી, રેસ્ટોરામાં સાથે જોવા મળતા હતા, તે સમયે મીડિયામાં ખુબ ચર્ચા પણ રહેતી હતી. સાહિત અને આયેશાના સંબંધે ત્યારે તૂલ પકડ્યું જ્યારે બંને વચ્ચેનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને જેકીએ વચ્ચે પડવું પડ્યું. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જેકીએ સાહિલને કેસ ખતમ કરવા માટે સમજાવ્યો અને પૈસા પણ આપ્યા. આયેશાના પુત્ર ટાઈગરને સાહિલે જ ફિટનેસ ટ્રેનિંગ આપી હતી.

(4:18 pm IST)