ફિલ્મ જગત
News of Thursday, 29th April 2021

પવન કલ્યાણની 'વકીલ સાબ' એમેઝોન પ્રાઇમ પર

મુંબઇ,તા. ૨૯: કોરોના વાઇરસની પહેલી અને હાલમાં ચાલી રહેલી બીજી લહેરની સૌથી વધુ અસર થઈ હોય તો એ મનોરંજનક્ષેત્રને, કારણ કે ફિલ્મ થિયેટરમાં જોવા માટે દર્શકો જોઈએ અને અત્યારે લોકો ભેગા થાય એ અશકય છે. એમાં પહેલી લહેર થોડી દ્યટતાં અમુક ફિલ્મો રિલીઝ થઈ એમાંની એક એટલે સુપરસ્ટાર પવન કલ્યાણની તેલુગુ ફિલ્મ 'વકીલ સાબ.' હિન્દી ફિલ્મ 'પિન્ક'ની સત્ત્।ાવાર રીમેક 'વકીલ સાબ'૯ એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને શરૂઆતમાં રિસ્પોન્સ પણ સારો મળ્યો હતો. ત્યારે નક્કી હતું કે ઓછામાં ઓછા ૫૦ દિવસ પછી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવી. કેમ કે ટૂંકા ગાળામાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ફિલ્મ રિલીઝ કરી દેવાથી થિયેટર પર આવતા દર્શકો પર અસર પડે છે. પવન કલ્યાણની ત્રણ વર્ષ બાદની કમબેક ફિલ્મ હોવાથી આ ફિલ્મ સરસ ચાલી, પરંતુ કોરોનાની સેકન્ડ વેવને કારણે થિયેટરો બંધ થવા લાગ્યાં એટલે મેકર્સ અને ડિજિટલ રાઇટ્સ ધરાવતા પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોએ 'વકીલ સાબ'ને ૩૦ એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી કરી લીધું. 'વકીલ સાબ'એ 'પિન્ક'નું કમર્શિયલાઝ વર્ઝન છે.

(10:24 am IST)