ફિલ્મ જગત
News of Thursday, 29th April 2021

ઓટીટી ફિલ્ડમાં મોટી ક્રાંતિ આવી છેઃ અનુપ્રિયા

આશ્રમ, અસૂર, સેક્રેડ ગેમ્સ, અભય, ક્રિમીનલ જસ્ટીસ, પાંચાલી, ક્રિમીનલ જસ્ટીસ આ તમામ સુપરહિટ વેબ સિરીઝમાં ચમકેલી અભિનેત્રી અનુપ્રિયા ગોએન્કા પોતાને મળેલી પ્રસિધ્ધીને ઓટીટીની આભારી સમજે છે. અનુપ્રિયાએ વેબ સિરીઝમાં જબરૂ કાઠુ કાઢ્યું છે. આશ્રમ વેબ સિરીઝ મહામારીના સમયમાં આવી હતી અને ખુબ જ મોટો પ્રતિસાદ સાંપડ્યો હતો. અનુપ્રિયા કહે છે હાલના દિવસોમાં ઓટીટી પ્લેટફોર્મ યુવાઓનું ખુબ જ પસંદગીનું પ્લેટફોર્મ બન્યું છે. કોરોનાકાળમાં ઓટીટીએ સ્થાન જાળવી રાખ્યું છે. હું જો કે ૨૦૧૭થી ઓટીટીમાં કામ કરવા તરફ વળી ગઇ હતી. મને લાગે છે ત્યારે મેં લીધેલો નિર્ણય સાચો જ હતો. હાલમાં આ ફિલ્ડમાં મોટી ક્રાંતિ આવી છે. અનેક કલાકારો આ માધ્યમથી કારકિર્દી આગળ વધારી રહ્યા છે. અહિ બધા પ્રકારની સ્વતંત્રતા છે. વિચારો અને અભિવ્યકિતને તમે અહિ વ્યક્ત કરી શકો છે. અનુપ્રિયા  ઉત્તર પ્રદેશ કાનપુરથી અભિનયનો શાખને કારણે ૨૦૦૮માં મુંબઇ આવી હતી. પ્રારંભે એડવર્લ્ડમાં કામ કર્યુ હતું અને એ પછી વેબ સિરીઝથી શરૂઆત કરી હતી. તેણે પંજાબી, હરિયાણવી ફિલ્મો પણ કરી છે.

(10:23 am IST)