ફિલ્મ જગત
News of Thursday, 29th April 2021

કેજીએફના ચાહકોએ હજુ જોવી પડશે રાહ

કોરોનાએ ફરીથી બોલીવૂડ અને ટેલીવૂડના શેડ્યુલ ખોરંભે ચડાવી દીધા છે. અનેક ફિલ્મોના શુટીંગ અટકી ગયા છે. કેજીએફ-૨ના અસંખ્ય ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહમાં છે. સિનેમા ઘરોમાં આ ફિલ્મ જોવાની ચાહકોની ઇચ્છા હજુ હમણા પુરી થઇ શકશે નહિ. હવે આ ફિલ્મ જુલા મહિનામાં રિલીઝ કરવાનું નક્કી થયું છે. અનેક મોટી ફિલ્મોની રિલીઝ કોરોનાને કારણે અટકી ગઇ છે તો અમુક ફિલ્મોના થોડાઘણા બાકી હોય તેવા શુટીંગ પણ અટકી પડ્યા છે. કેજીએફના પહેલા ભાગને ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો. આ કારણે બીજા ભાગ માટે લોકો વધુ ઉત્સુક છે. આ વખતે સુપરસ્ટાર યશ સાથે સંજય દત્તની ટક્કર છે. આ કારણે પણ ફિલ્મે વધુ ઉત્તેજના જગાવી છે. જો કે જુલાઇ મહિનાની સોળમી તારીખે પણ ફિલ્મ રિલીઝ થઇ શકશે કે કેમ? તેના પર શંકાના વાદળો ઘેરાયેલા છે. નિર્માતા આ તારીખ પણ પાછળ ઠેલી શકે તેવુ જણાય છે.

(10:22 am IST)