ફિલ્મ જગત
News of Thursday, 29th April 2021

ટીવી પરદાનો સ્ટાર સાહિલ બનશે પિતા

ટીવી પરદે છેલ્લે સિરીયલ કસોૈટી જિંદગી કી-૨માં દેખાયેલો અભિનેતા સાહિલ આનંદ અસલી જિંદગીમાં પપ્પા બનવાનો છે. અભિનેતાએ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું કે હું ભલે પિતા બનવાનો હોઉ પરંતુ મારી પત્નિ રંજીત મને હજુ પણ બાળક બાળક કહીને ચીડવતી રહે છે. સાહિલ આવતા મહિને પિતા બનવાનો છે. સાહિલ કહે છે મને મારી પત્નિ સતત એવી શીખામણ આપતી રહે છે કે આપણું બાળક જન્મે એ પહેલા તારે પરિપકવ થઇ જવું જોઇએ. સાહિલ અને રંજીતના લગ્નને દસ વર્ષ થઇ ગયા છે. સાહિલે કહ્યું હતું કે હું આર્થિક રીતે સધ્ધર થઇ જાવ પછી જ મારે પરિવાર આગળ વધારવો હતો. હવે હું આ માટે તૈયાર હતો. મને કામ કરવાની એટલી ધગશ હતી કે જરૂર પડ્યે હું મારું શહેર પણ બદલી નાખતો હતો. હવે બધુ ઠીક છે અને ઇશ્વરના આશીર્વાદથી હવે અમે માતા-પિતા બનશું. બાળકનું નામ પાડવાનું કામ સાહિલે પોતાના માતા-પિતાને સોંપ્યું છે.

(10:22 am IST)