ફિલ્મ જગત
News of Sunday, 29th March 2020

નોરા ફતેહી નવી ફિલ્મમાં હવે અજય દેવગનની સાથે ચમકશે

ભુજ દ પ્રાઈડ ફિલ્મ મળતા નોરા ફતેહી ખુશઃ હાલ કોરોના વાયરસના લીધે નોરા પણ ઘરમાં કેદ થઈ

મુંબઇ,તા. ૨૯: આઈટમ સોંગમાં ભારે ધુમ મચારી રહેલી મોડલ નોરા ફતેહી હવે સંજય દત્ત અને અજય દેવગણ સાથે કામ કરવા જઈ રહી છે. ભુજ દ પ્રાઈડ નામની ફિલ્મમાં નોરા ફતેહી પણ કામ કરી રહી છે. તેના રોલના સંદર્ભમાં નોરા દ્વારા માહિતી આપવામાં આવી નથી પરંતુ તેની ભૂમિકા સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફિલ્મ ૧૦૫ કરોડના ખર્ચે થઈ રહી છે. કોરોનાના કારણે તેની રજુઆત હાલ અટકી ગયા બાદ હવે આ ફિલ્મને ૧૪મી ઓગસ્ટના દિવસે રજુ કરવામાં આવે તેવી શક્યતા છે. નોરા ફતેહી ફિલ્મને લઈને આશાવાદી છે. દિલબર અને કમરિયા જેવા આ વર્ષના હિટ સોંગના વિડિયોમાં નજરે પડેલી નોરા ફતેનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં તેના માટે અનેક મોટી સફળતાઓ આવી હતી. તેનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮ ચોક્કસપણે તેના માટે ઉલ્લેખનીય વર્ષ રહ્યા બાદ ૨૦૧૯માં પણ કેટલીક સફળતા મળી હતી. ૨૦૨૦માં પણ તેને સફળતા મળનાર છે. હાલમાં તો કોરોના વાયરસના કારણે તમામ લોકો ઘરમાં છે. ફિલ્મના શુટિંગ અટકી ગયા છે.  તેનું કહેવું છે કે, આ વર્ષના ગાળા દરમિયાન તે ખુબ મહેનત કરી ચુકી છે પરંતુ હજુ પણ વધુ સારા પરિણામ માટે આશાવાદી છે. તેનું કહેવું છે કે, આ વર્ષમાં સૌથી મોટા સોંગ તરીકે તેની પાસે ક્રેડિટ આવી છે પરંતુ તે હજુ પણ વધુ સારું કામ કરવા માટે ઇચ્છુક છે. સત્યમેવ જયતેમાંથી દિલબર વિડિયો યુ ટ્યુબ ઉપર ૭૦૦ મિલિયન વખત જોવામાં આવી ચુક્યું છે. આ સોંગે ૧૯૯૯ના સુપરહિટ સોંગનો જાદુ ફરી જગાવ્યો છે. ૧૯૯૯માં આવેલી સિર્ફ તુમ ફિલ્મમાંથી આ ગીતે ભારે ચર્ચા જગાવી હતી. નોરાનું કહેવું છે કે, આ ગીતની અરેબિક આવૃત્તિ પણ તૈયાર 

(11:47 am IST)