દિલબર અને કમરિયા સોંગથી મોડલ નોરા ફતેહી સુપર હિટ
કોરોના વાયરસ બાદ હાલમાં નોરા પણ ઘરમાં: દુનિયામાં તેના વિડિયો સોંગે ચર્ચા જગાવી : નોરા ફતેહી
મુંબઇ,તા. ૨૯: દિલબર અને કમરિયા જેવા આ વર્ષના હિટ સોંગના વિડિયોમાં નજરે પડેલી નોરા ફતેનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં તેના માટે અનેક મોટી સફળતાઓ આવી હતી. તેનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮ ચોક્કસપણે તેના માટે ઉલ્લેખનીય વર્ષ રહ્યા બાદ ૨૦૧૯માં પણ કેટલીક સફળતા મળી હતી. ૨૦૨૦માં પણ તેને સફળતા મળનાર છે. હાલમાં તો કોરોના વાયરસના કારણે તમામ લોકો ઘરમાં છે. ફિલ્મના શુટિંગ અટકી ગયા છે. તેનું કહેવું છે કે, આ વર્ષના ગાળા દરમિયાન તે ખુબ મહેનત કરી ચુકી છે પરંતુ હજુ પણ વધુ સારા પરિણામ માટે આશાવાદી છે. તેનું કહેવું છે કે, આ વર્ષમાં સૌથી મોટા સોંગ તરીકે તેની પાસે ક્રેડિટ આવી છે પરંતુ તે હજુ પણ વધુ સારું કામ કરવા માટે ઇચ્છુક છે. સત્યમેવ જયતેમાંથી દિલબર વિડિયો યુ ટ્યુબ ઉપર ૭૦૦ મિલિયન વખત જોવામાં આવી ચુક્યું છે. આ સોંગે ૧૯૯૯ના સુપરહિટ સોંગનો જાદુ ફરી જગાવ્યો છે. ૧૯૯૯માં આવેલી સિર્ફ તુમ ફિલ્મમાંથી આ ગીતે ભારે ચર્ચા જગાવી હતી. નોરાનું કહેવું છે કે, આ ગીતની અરેબિક આવૃત્તિ પણ તૈયાર કરવામાં આવી છે. તેની કેરિયરમાં દિલબર ટર્નિંગ પોઇન્ટ તરીકે છે. દિલબર ગીત રજૂ થયા બાદથી તે જુદા જુદા દેશોમાં પ્રવાસ કરી ચુકી છે. આ સોંગે દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે. કોફી શોપ, હોટલો અને અન્યત્ર જગ્યા પર આ ગીતે ભારે ચર્ચા જગાવી છે. ભારતની બહાર પણ આ ગીતની લોકપ્રિયતા વધી છે. હાલમાં તે મોડલ નોરાનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં તેને જે પ્રકારની સફળતા મળી હતી તેવી સફળતાની આશા હજુ રાખે છે. ફિલ્મોના શુટિંગ હાલમાં તો ટળી ગયા છે. પરંતુ તે ધુમ મચાવવા માટે ઇચ્છુક છે. તેની પાસે આઇટમ રહેલા છે.