ડેનીના પુત્રની ફિલ્મમાં હાઇ લેવલના એકશન દ્રશ્યો
બોલીવૂડના અભિનેતા ડેની ડેનઝોંગ્પાનો પુત્ર રિનજિંગ પણ હવે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. નિલેશ સહાયના નિર્દેશનમાં બની રહેલી 'સ્કવોડ' નામની ફિલ્મમાં રિનજિંગ હીરો છે. નિલેશ અને જોન અબ્રાહમ સારા મિત્રો છે. જોન પણ ફિલ્મના એકશન દ્રશ્યો જોઇને રોમાંચીત થઇ ગયો હતો. ડેનીના પુત્રની આ ફિલ્મમાં ધમાકેદાર એકશન છે. સ્કવોડ ફિલ્મમાં હાઇ લેવલના એકશન દ્રશ્યો જોવા મળશે. આ ફિલ્મના અંતના દ્રશ્યોને ચારસોથી વધુ સ્ટંટ માસ્ટર્સને સાથે રાખીને ફિલ્માવવામાં આવ્યા છે. ફિલ્મમાં એક હેલિકોપ્ટર ચેઝ સિકવન્સ પણ છે. ચાર દિવસ સુધી ત્રણ હેલિકોપ્ટર્સની મદદથી આ દ્રશ્યોનું શુટીંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં હિરોઇન તરીકે માલવિકા છે. તેણે પોતાના સ્ટંટ દ્રશ્યો જાતે ભજવ્યા છે. તે પોતે ચોપરની કો-પાઇલોટ હતી. સ્ટંટ કો-ઓર્ડિનેટર કૈર બેકએ કહ્યું હતું કે નિર્દેશક નિલેશે મોટી સિકવન્સના ફિલ્માંકન વખતે વાતાવરણ સારું ન હોવા છતાં આઠ રોલીંગ કેમેરા સાથે કામ કર્યુ હતું. તેનામાં ઇન્ટરનેશલ ફિલ્મ ડિરેકટર જેવી ઝલક છે.