સની લિયોનીનો મલયાલમ ફિલ્મનો લુક જાહેર :સુપરસ્ટાર મામ્મુટી સાથે જોવાઈ
મુંબઈ :બોલીવુડની હોટ અભિનેત્રી સની લિયોન સાઉથમાં ડેબ્યુ કરનાર છે સની એક મલયાલમ ફિલ્મમાં કામ કરશે હાલમાં ફિલ્મના સેટ પરથી એક તસ્વીર સામે આવી છે. તસ્વીરમાં સની મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મામ્મૂટીની સાથે જોવા મળી રહી છે
આ દરમ્યાન સની ગોલ્ડન રંગના શૉર્ટ ડ્રેસમાં ખૂબ હૉટ જોવા મળી રહી છે. તસ્વીર જોઇને એવુ લાગી રહ્યું છે કે કદાચ આવો જ દેખાવ ફિલ્મમાં હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સનીની મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મામ્મૂટી સાથે ફિલ્મમાં કામ કરવુ એક મોટો બ્રેક મનાઈ રહ્યો છે. આ ફિલ્મ ‘મધુરા રાજા’ 2010ની સુપરહિટ ફિલ્મ પોક્કિરી રાજાની સિક્વલ છે. આ ફિલ્મ બાદ સની લિયોન લીડ ભૂમિકા તરીકે પોતાની પ્રથમ મલયાલમ ફિલ્મ ‘રંગીલા’નુ શુટિંગ કરશે. સની લિયોની અત્યારે ટીવી શોથી લઇને અમૂક ફિલ્મ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.