ફેબ્રુઆરીમાં રિલીઝ થશે આ ફિલ્મો
મુંબઈ: વર્ષ 2019ની શરૂઆત ફિલ્મો વિશે વાત કરીએ તો સારી એવી ફિલ્મોએ કમાણી કરી છે વર્ષની શરૂઆતમાં મોટા પરદા પર ત્રણ મોટી રાજનીતિક મુદ્દ પર બનેલ ફિલ્મો રિલીઝ થી છે. જેમાં ફિલ્મ ઉરી, એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર અને ઠાકરે તથા મણિકર્ણિકા ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે આવતા મહિને એલર્ટ કે ફેબ્રુઆરીમાં રિલીઝ થનાર ફિલ્મોની વાત કરીએ તો તેમાં પ્રથમ ફિલ્મ અનિલ કપૂર અને પુત્રી સોનમ કપૂર સાથે આવનાર ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગા' છે. આ ફિલ્મનું નિર્દેશન શૈલી ચોપડા દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ 1 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે. આ ફિલનની ખાસ વાત એ છે કે રિયલ લાઈફ પિતા પુત્રી ની જોડી ઓનસ્ક્રીન જોવા મળવાની છે. આ સિવાય ફિલ્મમાં જુહી ચાવલા અને રાજકુમાર હીરાની મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.
ગલી બ્યો ફિલ્મની નિર્દેશન જોયા અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં લીડ રોલમાં આલિયા અને રણવીર સિંહ નજર પડશે જે 14 ફેબયુઆરીનાં રિલીઝ થશે.આ ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર થોડી સમય પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું। ઇન્દ્ર કુમારના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટોટલ ધમાલ ફિલ્મ 22 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે.આફિલ્મ સુપરહિટ ફિલ્મ ધમાલની ત્રીજી સિક્વલ છે. ટોટલ ધમાલ મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ છે જેમાં અજય દેવગણ, અનિલ કપૂર, સંજય દત્ત, અર્ષદ વારસી,રિતેશ દેશમુખ, આશિષ ચૌધરી, જાવેદ જાફરી, બોમન ઈરાની, માધુરી દીક્ષિત, ઈશા ગુપ્તા જેવા કલાકરો જોવા મળશે।આ ફિલ્મમાં 20 વર્ષ પછી અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી નજરે પડશે।