અભિષેક માટે ટર્નિંગ પોઇન્ટ બનશે મનમર્જિયા
અભિષેક બચ્ચની કમબેક ફિલ્મ જાહેર થઇ ચુકી છે. આ ફિલ્મનું નામ મનમર્જિયા છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અભિષેક સાથે તાપસી પન્નુને લેવામાં આવી છે. લાંબા સમયથી ફિલ્મ માટે અસમંજસની સ્થિતિ હતી, અંતે અભિષેકે કામ કરવાની હા કહી છે. સારા રોલની રાહ જોવામાં તેણે અનેક ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી હતી. અભિષેકને લાગે છે કે આ ફિલ્મ તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. અભિષેકે કારકિર્દીમાં ૨૩ ફલોપ ફિલ્મ આપી છે. ધૂમ-૨ એક માત્ર બ્લોકબસ્ટર ફિલ્મ છે. હવે અભિષેકની જે ફિલ્મ આવી રહી છે તેના પર તેના ચાહકોને પણ આશા છે. છેલ્લે ૨૦૧૪માં હેપ્પી ન્યુ યર ફિલ્મમાં તે શાહરૂખ-દિપીકા સાથે દેખાયો હતો. જો કે અભિષેકે ગુરૂ જેવી શાનદાર ફિલ્મમાં અભિનય ક્ષમતા દેખાડી દીધી હતી. તેના ચાહકોને ભરોસો છે કે ફરીથી તે ધમાકો કરશે.