ફિલ્મ જગત
News of Monday, 28th December 2020

ક્રાઇમ થ્રિલરનું શુટીંગ શરૂ થતાં સોનાક્ષી ખુશખુશાલ

અભિનેત્રી સોનાક્ષી સિન્હા લાંબા સમયથી ચાહકોથી દુર છે. હવે તે ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. દબંગ ગર્લ રિમા કાગતીના નિર્દેશનમાં બની રહેલી વેબ સિરીઝ ફોલનમાં જોવા મળવાની છે.  અમેઝોન પ્રાઇમની આ વેબ સિરીઝ માટે સોનાક્ષીએ શુટીંગ શરૂ કરી દીધું છે. કોરોના વાયરસને કારણે માર્ચમાં આવેલા લોકડાઉનથી સોનાક્ષી પણ બીજા કલાકારોની જેમ સતત ઘરમાં હતી. હવે તે શુટીંગ માટે લાંબા સમય પછી સેટ પર પહોંચી ત્યારે ખુશ થઇ ગઇ હતી.

મુંબઇના સેટની સ્ટોરીઝ તેણે પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે લોકડાઉન પછી આજે સેટ પર મારો પહેલો દિવસ છે. હું મારી લાગણી વ્યકત કરી શકતી નથી. એક બીજી સ્ટોરીમાં સોનાક્ષી ટીમ સાથે વેનિટી વેનમાં છે. જેમાં તેણે માસ્ક અને ગ્લવ્ઝ પહેરી રાખ્યા છે. તેણે લખ્યું છે કે એ મારા ભગવાન હું સેટ પર પાછી આવી ગઇ છું. ફોલનમાં સોનાક્ષી સાથે ગુલશન દેવૈયા, વિજય વર્મા અને સોહન શાહ પણ છે. ક્રાઇમ થ્રિલર સિરીઝમાં સોનાક્ષી પોલીસ ઓફિસરના રોલમાં છે.

(9:37 am IST)