ફિલ્મ જગત
News of Sunday, 9th December 2018

એશિયાની સેક્સી મહિલાની યાદીમાં દિપીકા પ્રથમ ક્રમાંકે

દિપીકાએ ફરી એકવાર કુશળતા પૂરવાર કરી : યાદીમાં તેની હરીફ પ્રિયંકા ચોપડા બીજા સ્થાન પર રહી

મુંબઈ, તા. ૯ : બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી દિપીકા પાદુકોણ એશિયાની સૌથી સેક્સી મહિલા તરીકે ઉભરી આવી છે. દિપીકાએ પોતાની સ્પર્ધામાં રહેલી અને તમામ અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે. આ યાદીમાં દિપીકા હવે ટોપ ઉપર રહી છે. ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ દિપીકાએ ફરી એકવાર સાબિતી આપી છે કે તે ટોપ સ્ટાર તરીકે કેમ રહી છે. દિપીકા ખુબસુરત હોવાની સાથે સાથે કુશલ અભિનેત્રી પૈકીની છે. તેના ખાતામાં અનેક ટોચની ફિલ્મો છે. એક વખતે ફરીથી તમામનું મન જીતી લેવામાં સફળ રહી છે. આ વર્ષે એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં તે ટોપ ઉપર રહી છે. ગયા વર્ષે પણ એક મેગેઝિન તરફથી કરવામાં આવેલા સર્વેમાં દિપીકા ૧૦૦ સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં ટોપ ઉપર રહી હતી. ફોર્બ્સ ઇન્ડિયા ૨૦૧૮ની યાદીમાં દિપીકા ટોપ પાંચમાં સ્થાન મેળવી ગઈ હતી. ફિલ્મોની વાત કરવામાં આવે તો દિપીકા હાલમાં મેઘના ગુલઝારની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ એસિડ એટેકમાં બચી ગયેલી લક્ષ્મી અગ્રવાલની લાઇફ ઉપર આધારિત છે. રસપ્રદ બાબત એ છે કે, આ પ્રોજેક્ટની સાથે તે ફિલ્મ નિર્માત્રી પણ બની રહી છે. દિપીકાએ હાલમાં જ રણવીરસિંહ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં ફિલ્મ જગતથી થોડાક સમય માટે દૂર છે પરંતુ ટૂંકમાં જ તે ફરી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરશે અને મેઘના ગુલઝારની ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરશે. આ યાદીમાં પ્રિયંકા ચોપડા બીજા સ્થાને રહી છે. પ્રિયંકા ચોપડાએ પણ હાલમાં અમેરિકી ગાયક નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા છે. તે બોલીવુડની ફિલ્મો કરતા હવે હોલીવુડની ફિલ્મોમાં વધારે સક્રિય થઇ છે અને બોલીવુડની ફિલ્મોથી દૂર છે.

 

(7:52 pm IST)