News of Saturday, 28th November 2020
હવે સની દેઓલ બનાવશે ફિલ્મ:,દીકરો કરણ અને ભાઈ બોબી દેઓલ હશે મુખ્ય ભૂમિકામાં
સની દેઓલ હવે તેના દીકરાને ફરી એકવાર ચાન્સ આપશે

મુંબઈ : બોલીવુડ એકટર અને ફિલ્મમેકર સની દેઓલ તેમના દીકરા કરણ દેઓલ અને ભાઈ બોબી દેઓલને લઈને જલદી ફિલ્મ બનાવશે. તે આ ફિલ્મનું નિર્માણ તેમના પ્રોડક્શન હાઉસમાં કરશે. માહિતી પ્રમાણે ખુદ સની દેઓલ આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે.
સની દેઓલે તેમના દીકરા કરણને લઈને ફિલ્મ પલ પલ દિલ કે પાસ બનાવી હતી, પરંતુ તે બોક્સઓફિસ પર સફળ સાબિત ના થઈ. સની દેઓલ હવે તેના દીકરાને ફરી એકવાર ચાન્સ આપવા માગે છે. તેઓ એક સારી સ્ક્રિપ્ટની શોધખોળમાં હતા અને તેમને જ જણાવ્યુ છે કે આ શોધખોળ પૂરી થઈ છે. અને જલ્દી હવે તેઓ આ ફિલ્મની જાહેરાત કરશે. આ ફિલ્મમાં તેમના દીકરાની સાથે સાથ તેમનો ભાઈ બોબી દેઓલ પણ જોવા મળશે.
(11:30 am IST)