ફિલ્મ જગત
News of Wednesday, 28th October 2020

કેટરીના કેફ બાદ હવે આલિયા ભટ્ટ લાઈફ સ્ટાઇલ બ્રાન્ડ NYKAA માં રોકાણ કરશે

મુંબઈ : બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ  હવે બિઝનેસ કરવા જઈ રહી છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આલિયા લાઈફ સ્ટાઇલ બ્રાન્ડ NYKAA માં રોકાણ કરવા જઈ રહી છે. આ રોકાણ કેટલું અને કઈ શરતો હેઠળ કરવામાં આવ્યું છે તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી જોકે એટલી માહિતી ચોક્કસ સામે આવી છે કે  રોકાણ વ્યક્તિગત ધોરણે કરાયું છે. આ અગાઉ કેટરીના કેફ પણ આ બ્રાન્ડ ઈન્વેસ્ટ કરી ચુકી છે

(11:46 am IST)