ફિલ્મ જગત
News of Wednesday, 28th October 2020

કાર્તિકની ઇચ્છા પુરી થઇ

બોલીવૂડમાં રોમાન્ટીક અને કોમેડી ફિલ્મો માટે જાણીતો કાર્તિક આર્યન હવે નવા જોનરમાં હાથ અજમાવી રહ્યો છે. સોનૂ કે ટીટૂ કી સ્વીટીની સફળતા પછી મોટુ નામ બની ગયેલા કાર્તિકને મોટા બેનરની ફિલ્મો સતત મળી રહી છે. હવે તે થ્રિલર ફિલ્મ કરવા જઇ રહ્યો છે. નિર્દેશક રામ માધવાની સાથે તેણે હાથ મીલાવ્યો છે. એક કોરિયન થ્રિલર ફિલ્મથી પ્રેરીત હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતા જ કાર્તિક ખુશ થઇ ગયો હતો અને કામ કરવાની હા પાડી દીધી હતી. રામ માધવાનીએ કાર્તિકને અત્યાર સુધીમાં અનેક સ્ક્રિપ્ટ સંભળાવી હતી. જેમાંથી આ થ્રિલર સ્ટોરી તેને ગમી હતી. તેની ઇચ્છા લાંબા સમયથી આવી કોઇ ફિલ્મમાં કામ કરવાની હતી. જબરદસ્ત થ્રિલર ફિલ્મનું શુટીંગ ડિસેમ્બરમાં શરૂ થઇ જશે. કાર્તિક હોરર કોમેડીં ભુલભુલૈયા-૨માં જોવા  મળશે. આ ઉપરાંત દોસ્તાના-૨માં અને કરણ જોહરની જ્હાન્વી કપૂર સાથેની ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.

(10:56 am IST)