ફિલ્મ જગત
News of Wednesday, 28th October 2020

એ નાના નાના વિડીયો અમારા માટે સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છેઃ નિલુ વાઘેલા

ટીવી પરદે કામ કરતાં કલાકારોને કલાકો સુધી શુટીંગમાં વ્યસ્ત રહેવાનું હોય છે. તેઓનું શેડ્યુલ ખુબ થકવી દેનારું હોય છે. જો કે સાથોસાથ એક બીજાની સાથે વધુને વધુ સમય વિતાવવાની તક પણ આપે છે. આ કલાકારો સાથે મળીને એકબીજા સાથે હસીમજાક કરે છે અને શુટીંગ વચ્ચે સમય મળતાં જ મોજમસ્તી કરે છે. એ મેરે હમસફરના અભિનેતાઓ સમય મળતાં જ એકઠા થઇ જાય છે. નિલુ વાઘેલા, ટીના ફિલીપ, ઋષિના કંધારી, સંદિપ ગોયલ, પૂજા સિંહ સહિતના કલાકારો સોશિયલ મિડીયા એપના ફિલ્ટરનો ઉપયોગ કરી મજેદાર વિડીયો બનાવે છે. આ બધા આ પ્રક્રિયાનો ભરપુર આનંદ લે છે. નિલુ વાઘેલા શોમાં પ્રતિભાદેવીનો રોલ નિભાવી રહી છે. તે કહે છે અમે કેટલાક દિવસોથી રોજેરોજ કલાકોના કલાકો શુટીંગ કરીએ છીએ. હવે થોડો થાક પણ લાગે છે. થાકમાંથી બહાર નીકળવા અમે નાના નાના વિડીયો બનાવવાનો પ્રયાસ કરીએ છીએ, આ વિડીયો અમને હસાવે તેવા હોય છે. એટલે કે સ્ટ્રેસ બસ્ટરનું કામ તે કરે છે.

(10:56 am IST)