સસ્પેન્સથી ભરપૂર હશે વિદ્યુતની જાસૂસી થ્રિલર
વિદ્યુત જામવાલ અને એકશન એક સિક્કાની બે બાજુ ગણી શકાય. તે અભિનય કરવા ઉપરાંત હવે ફિલ્મ નિર્માણનું કામ પણ કરી રહ્યો છે. તેણે પોતાના પ્રોડકશન હાઉસ હેઠળ એક થ્રિલર જાસૂસી ફિલ્મ બનાવવાનું કામ શરૂ કર્યુ છે. આ ફિલ્મનું નામ આઇબી-૭૧ રખાયું છે. આ ફિલ્મ ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ સાથે મળીને તે બનાવી રહ્યો છે. સંકલ્પ રેડ્ડી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. નિર્માતા તરીકેની વિદ્યુતની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં વિદ્યુત પણ અભિનય કરશે અને તે જાસૂસ બનશે. સત્ય ઘટનાઓથી પ્રેરિત એવી આ ફિલ્મ સસ્પેન્સથી પણ ભરપૂર હશે. જેમાં પાકિસ્તાનીઓને ઇન્ડિયન જાસૂસ કેવી રીતે મહાત આપે છે એ દેખાડવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. વિદ્યુતે કહ્યું હતું કે આ ફિલ્મ કેટલાક અદ્દભુત લેખકો દ્વારા લખવામાં આવી છે. નિર્દેશક સંકલ્પ રેડ્ડીએ કહ્યું હતું કે 'અમારી 'આઇબી ૭૧'માં એ દર્શાવવામાં આવશે કે યુદ્ધમાં જીત પહેલાં શું થતું હોય છે. આ એક એવી વીરતાની કહાની છે જે એકદમ અલગ છે.