ફિલ્મ જગત
News of Saturday, 28th July 2018

ટ્રાફિક પોલીસે લગાવ્યા શાહરૃખના સિગ્નેચર પોસ્ટર : લોકોને જાગૃત કરવા આસામ પોલીસે કર્યો પ્રયોગ

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન પોતાના સિગ્નેચર પોઝના આસામમાં ખ્યાતનામ છે. પરંતુ ભવિષ્યમાં શાહરૂખને પણ ખ્યાલ નહીં હોય કે તેનો સિગ્નેચર પોઝ આસામ પોલીસ માટે ટ્રાફિકનું કામ કરશે.

આસામ પોલીસે શાહરૂખ ખાનના સિગ્નેચર સ્ટેપનો યોગ્ય ઉપયોગ કરી તે સ્ટેપને તેમના ટ્રાફિક સિગન્લ પર લગાવી દીધો છે. લોકોને ટ્રાફિક પ્રત્યે જાગૃત કરવા માટે આસામ ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કામ કરવામાં આવ્યું છે.

બાદશાહ શાહરૂખ ખાનને જ્યારે વાતની જાણ થઇ ત્યારે તેણે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટથી આસામ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

(10:37 pm IST)