બોલીવુડમાં સૌથી વધુ ફીસ લેનાર વ્યક્તિમાં સલમાન ખાન પહેલા નંબર પર
મુંબઈ:બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રીઓનો દબદબો વધ્યો છે. જોકે તેમ છતાં તેમને અભિનેતાઓ કરતા ઓછુ મહેનતાણુ ચુકવાય છે તે વાતને વધુ પુષ્ટી આપતો પુરાવો સામે આવ્યો છે. બોલીવુડમાં સૌથી વધુ ફી મેળવનારાઓની યાદીમાં પ્રથમ ૧૦માં એકપણ અભિનેત્રી સામેલ નથી. સૌથી વધુ ફી લેનાર કલાકારોની યાદીમાં સુપરસ્ટાર સલમાન ૬૦ કરોડની ફી સાથે પ્રથમ ક્રમાંકે છે. જ્યારે આમિર ખાન આ યાદીમાં ૫૦થી ૫૫ કરોડ સાથે બીજા ક્રમાંકે છે. તો શાહરુખ ખાન ૪૦થી ૪૫ કરોડની ફી સાથે ત્રીજા ક્રમાંકે છે. આ યાદીમાં ચોથા ક્રમાંકે અક્ષય કુમાર આવે છે. ત્યારબાદ ક્રમશઃ રીતિક રોશન, રણબીર કપુર, અજય દેવગણ, અમિતાભ બચ્ચન, રણવીરસિંહ, શાહિદ કપુર આવે છે. જ્યારે અભિનેત્રીઓ ટોચના ૧૦માં સામેલ નથી. પરંતુ અભિનેત્રીઓમાં દીપિકા પાદુકોણ સૌથી વધુ ૧૪ કરોડની ફી લે છે.