ગુજરાતી ફિલ્મ 'સૈયર મોરી રે...'નું ટ્રેલર લોન્ચઃ ૮મી જુલાઈએ થશે રીલીઝ
(કેતન ખત્રી), અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેટલાક વણસ્પર્શ્યાવિષયને આવરી લઇ નવા ઉદાહરણો પુરા પાડી રહી છે. આ ગુજરાતી ફિલ્મોની યાદીમાં હવે અપકમિંગ ગુજરાતી ફિલ્મનું 'સૈયર મોરી રે..'નું નામ જોડાવા જઇ રહી છે. આ ફિલ્મનું હાલમાં જ રજૂ કરાયેલા ટીઝરે દર્શકો તરફથી ખૂબ જ બહોળો પ્રતિસાદ મેળવ્યો છે. ત્યારે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. યંગ પ્રોડયુસર્સ કારિયા બંધુ પૈકી એક એવા જય કારિયા ઓસ્ટ્રેલિયામાં ગાયક તરીકે જાણીતા છે, જયારે મીત કારીયા આંતરરાષ્ટ્રીય બેકગ્રાઉન્ડ ધરાવે છે.
હાઉસ'કે બ્રધર્સ મોશન પિકચર્સ'ના બેનર હેઠળ નિર્મિત 'સૈયર મોરી રે..' ફિલ્મને વિશાલ વાડા વાલા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. તો ફિલ્મના રાઇટર કપિલ સાહેત્યા છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી આગવી ઓળખ ઉભી કરનાર મયુર ચૌહાણ ઉર્ફે માઇકલ અને યુકિત રાંદેરિયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. તો ફિલ્મમાં મેહુલ દેસાઇ, મયુર સોનેજી, મેહુલ ભિલ, જાહનવી પટેલ સહિતના અન્ય કલાકારો વિવિધ પાત્રોમાં જોવા મળશે. સંગીતકાર કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિત ફિલ્મને સંગીત આપ્યું છે, જેમાં જાણીતા ગાયક જીજ્ઞેશ કવિરાજ, ઉમેશ બારોટ, અભય જોધપૂરકર, ઈશાની દવે સહિતના ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે. ફિલ્મ ૮ જુલાઈએ ગુજરાત અને મુંબઈના થીએટરોમાં રીલીઝ થશે.