અહાનને બીજી ફિલ્મ પણ મળી
બોલીવૂડના માચોમેન સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી બોલીવૂડમાં ફિલ્મ 'તડપ'થી કારકિર્દી શરૂ કરી રહ્યો છે. તેની સાથે આ ફિલ્મમાં હીરોઇન તરીકે તારા સુતારીયાને લેવામાં આવી છે. આ ફિલ્મ ત્રણ વર્ષ પહેલા આવેલી તેલુગુ ફિલ્મ આરએકસ-૧૦૦ની હિન્દી રિમેક છે. અહાનની આ ફિલ્મ હજુ રિલીઝ પણ નથી થઇ ત્યાં તેને બીજી ફિલ્મ મળી ગઇ છે. સાજીદ નડિયાદવાલાની ફિલ્મમાં અક્ષય કુમાર સાથે અહાનને પણ મુખ્ય ભુમિકામાં લેવાયો છે. અક્ષય અને સુનિલ ખુબ સારા મિત્રો છે. બંનેએ અનેક સુપરડુપર હિટ ફિલ્મો આપી છે. હવે અક્ષય સાથે સુનિલનો દિકરો કામ કરી રહ્યો છે. તારા સુતારીયા તડપ ઉપરાંત અન્ય બે ફિલ્મો હીરોપંતી-૨ અને એક વિલન રિટર્ન્સ પણ કરી રહી છે. તારાએ અગાઉ ૨૦૧૦થી ૨૦૧૩ સુધી ટીવી પરદે પણ છ જેટલા શો કર્યા હતાં. તે એક સારી ગાયીકા પણ છે.