News of Thursday, 28th June 2018
શ્લોકા-આકાશની મહેંદી સેરેમનીમાં બોય ફ્રેન્ડ નિક સાથે પહોંચી પ્રિયંકા ચોપરા
મુંબઈ :દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશની 30 જૂને શ્લોકા સાથે સગાઈ થવાની છે. શ્લોકા હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી છે. સગાઈ પહેલા આકાશ-શ્લોકાની મહેંદી સેરેમની યોજાઈ. આ સેરેમનીમાં બોલિવુડની હસ્તીઓમાં પ્રિયંકા ચોપરા પણ બોયફ્રેંડ નીક જોનસ સાથે હાજર રહી. પ્રિયંકા અને નીકની સાથે પ્રિયંકાની મા મધુ ચોપડા પણ હતી.
(1:16 pm IST)