ફિલ્મ જગત
News of Tuesday, 29th May 2018

''હમ ફિટ તો ઇન્ડિયા ફિટ :અજય દેવગણના 7 વર્ષના દીકરા યુગનો વર્કઆઉટ વીડિયો જોઈ ફેન્સ પણ દંગ

મુંબઈ :સોશિયલ માીડિયા પરહમ ફિટ તો ઈન્ડિયા ફિટફિટનેસ ચેલેન્જ ટ્રેન્ડ કરી રહ્યું છે સેલેબ્સ પોતાના ફિટનેસ વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે લિસ્ટમાં હવે અજય દેવગણના દીકરા યુગનું નામ પણ જોડાઈ ગયું છે.અજય દેવગણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર દીકરાનો ફિટનેસ વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું કે  યુગ દેવગણ યૂથ ઈન્ડિયાને #HumFitTohIndiaFit ફિટનેસ ચેલેન્જ આપે છે.

  વીડિયોમાં યુગ જિમમાં એક્સરસાઈઝ કરી રહ્યો છે. 7 વર્ષના યુગનો ફિટનેસ વીડિયો ઘણા લોકોને હેરાન કરનારો છે. આટલી નાની ઉંમરમાં યુગ જે રીતે જિમમાં વર્કઆઉટ કરી રહ્યો છે તે વખાણવા લાયક છે.

  વીડિયોની શરૂઆતમાં યુગ સૌથી પહેલા પુશઅપ્સ કરે છે. પછી ચિનઅપ્સ, એબ્સ વર્કઆઉટ, જિમનાસ્ટ મૂવ્ઝ કરતો દેખાય છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અજય દેવગણના દીકરાના અંદાજના દીવાના થઈ ચૂક્યા છે. લોકો યુગની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ફિટનેસ ચેલેન્જની શરૂઆત કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પોતાના ટ્વિટરથી એક વર્કઆઉટ વીડિયો ટ્વીટ કરીને કરી હતી. ચેલેન્જ મુજબ કામ કરતા ફિટ રહેવા માટે સામે વાળાને ચેલેન્જ કરવાનું હોય છે. અને જે પણ ચેલેન્જને સ્વીકારે છે તે અન્ય કોઈને ચેલેન્જ આપે છે.

   હાલમાં ચેલેન્જ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. ઘણા સેલેબ્સ પોતાના વર્કઆઉટ વીડિયો શેર કરી રહ્યા છે. લિસ્ટમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, શુભાંગી અત્રે જેવા સ્ટાર્સ શામેલ છે.

(11:42 pm IST)