આતુરતાનો અંત :રજનીકાંતની ફિલ્મ ‘કાલા’નું ટ્રેલર રિલીઝ
નાના પાટેકરનું સ્લમ એરિયામાં સંબોધન અને રજનીકાંતની ગ્રાન્ડ પણ કોમિક અંદાજમાં એન્ટ્રી

મુંબઈ : દર્શકોની આતુરતાનો અંત સમનાં કાલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે સુપરસ્ટાર રજનીકાંત ફેન્સને ફરી પોતાની કમાલ દેખાડશે આ વખતે રજની પોતાની આગામી ફિલ્મ ‘કાલા’ દ્વારા ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફેન્સ આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે. નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે અને તે દર્શકોને ફિલ્મ તરફ ખેંચવા માટે પૂરતું છે. ધનુષે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ ટ્રેલરને શેર કર્યું છે.
ટ્રેલરની શરૂઆતમાં નાના પાટેકર એક સ્લમ એરિયાના લોકોને સંબોધિત કરતા દેખાઈ રહ્યાં છે. ત્યારબાદ રજનીકાંત ગ્રાન્ડ પણ કૉમિક અંદાજમાં એન્ટ્રી થાય છે. ટ્રેલરમાં રજનીકાંતને ઘણી સ્ક્રીન સ્પેસ આપવામાં આવી છે. ટ્રેલરમાં હુમા કુરેશીની પણ ઝલક જોવા મળી રહી છે.
આ ફિલ્મ એક ગેંગસ્ટર ડ્રામા છે જેમાં રજની કાલા કરીકલન નામના ગેંગસ્ટરનો રોલ કરી રહ્યાં છે. નાના પાટેકર ફિલ્મમાં એક શક્તિશાળી નેતાના પાત્રમાં છે. ડિરેક્ટર રંજિતની અગાઉની ફિલ્મોની જેમ ‘કાલા’ પણ એક રાજકીય સંદેશ આપતી ફિલ્મ છે.
ફિલ્મને રજનીકાંતના જમાઈ ધનુષે પ્રોડ્યૂસ કરી છે. રજનીકાંત, નાના પાટેકર, હુમા કુરેશી ઉપરાંત એસ્વરી રાવ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આટલું જ નહીં ફિલ્મ અને રજનીકાંત માટે ફેન્સની દિવાનગીને ધ્યાનમાં રાખત ટ્વીટર ઈન્ડિયાએ ફિલ્મ માટે એક ખાસ ઈમોજી પણ તૈયાર કરવામાં આવ્યું છે.