ફિલ્મ જગત
News of Monday, 28th May 2018

શક્તિમાન અને ક્રિશને ભૂલી જશો:દીપિકા હવે પહેલી લેડી સુપર હીરો ફિલ્મમાં નજરે આવશે.!

ફિલ્મમાં ગેલ ગેડટની વંડર વૂમનથી પ્રેરિત પાત્રમાં દીપિકા ચમકશે

મુંબઈ :શક્તિમાન અને ક્રિશ જેવી ફિલ્મોને ભૂલી જાવ તેવામાં એક અનોખા પાત્રમાં દીપિકા પાદુકોણ ચમકશે ફિલ્મ પદ્માવતમાં શાનદાર પરફોર્મન્સ બાદ હવે દીપિકા પાદુકોણ ભારતની પહેલી લેડી સુપર હિરો ફિલ્મમાં નજર આવશે.દીપિકા  ફિલ્મમાં ગેલ ગેડટની વંડર વૂમનથી પ્રેરિત પાત્રમાં નજર આવશે. હાલમાં અંગે કોઇ ઓફિશિયલ જાહેરાત થઇ નથી.

   મુંબઇ મિરરમાં છપાયેલી રિપોર્ટ મુજબ ફિલ્મ માટે 300 કરોડ રૂપિયાનું આલિશાન બજેટ ફાળવવામાં આવ્યું છે. આગામી વર્ષ એટલે કે 2019માં તેનું કામ શરૂ થશે.

  દીપિકાનો લૂક પણ ગેલ ગેડટની રૂપરેખા પ્રમાણે તૈયાર થશે. ફિલ્મની ક્રિએટિવ ટીમ હાલમાં દીપિકા સાથે સતત સંપર્કમાં રહે છે. પણ હાલમાં ફિલ્મ સંબંધિત તમામ વાતો ગુપ્ત રાખવામાં આવી છે.

  માટે દીપિકા સખત ટ્રેનિંગ પણ લેશે. ટ્રેનિંગમાં માર્શિયલ આર્ટ સાથે જોડાયેલી અલગ અલગ સ્ટાઇલની હેન્ડ ટૂ હેન્ડ કોમ્બેટ પણ હશે પહેલો એવો પ્રોજેક્ટ છે જે માટે પ્રી-પ્રોડક્શન પર ખાસો ટાઇમ ફાળવવામાં આવશે પહેલો એવો પ્રોજેક્ટ છે જે માટે પ્રી-પ્રોડક્શન પર ખાસો ટાઇમ ફાળવવામાં આવશે.

(2:53 pm IST)