ફિલ્મ જગત
News of Monday, 28th May 2018

બે દાયકા બાદ લગ્નનો અંત આણશે અર્જુન રામપાલ અને પત્ની મેહર: છૂટાછેડા લેશે

અમે બન્ને સારા મિત્રો બનીને રહીશું અને જ્યારે એકબીજાને જરુર હશે ત્યારે એકબીજાનો સાથ પણ આપીશું.

મુંબઈ :લગ્નના બે દાયકા બાદ અર્જુન રામપાલ અને તેની પત્ની છુટ્ટા પડશે અર્જુન રામપાલ અને મેહર રામપાલે પોતાના 20 વર્ષના લગ્નનો અંત લાવાવની જાહેરાત કરી છે. અર્જુન અને મેહરે જણાવ્યું કે, અમને લાગ્યું કે હવે અમારા બન્ને માટે પોતાના અલગ મુકામ પર પહોંચવાનો સમય આવી ગયો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુન અને મેહરની મહિકા(16) અને માયરા(13) નામની બે દીકરીઓ પણ છે. પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં અર્જુન અને મેહરે કહ્યું છે કે, તેઓ હંમેશા એકબીજા માટે હાજર રહેશે અને ખાસ કરીને તેમની દીકરીઓ માટે.

   પોતાના સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું કે, 20 વર્ષની આ સુંદર જર્નીનો અંત લાવવાનો સમય આવી ગયો છે. અમે બન્ને સારા મિત્રો બનીને રહીશું અને જ્યારે એકબીજાને જરુર હશે ત્યારે એકબીજાનો સાથ પણ આપીશું.

ઉલ્લેખનીય છે કે, અર્જુન રામપાલનું નામ રિતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન સાથે જોડવામાં આવતુ હતું અને તેમના અફેરની પણ ચર્ચા ચાલુ હતી. રિતિક અને અર્જુન એકસમયે ફેમિલી ફ્રેન્ડ્સ હતા. સુઝેન અને મેહર ઘણીવાર પાર્ટીમાં સાથે જોવા મળતા હતા. ચાર વર્ષ પહેલા રિતિક અને સુઝેન અલગ થયા ત્યારે અર્જુનને કારણ માનવામાં આવતો હતો.

(12:54 pm IST)