ફિલ્મ જગત
News of Monday, 28th May 2018

‘બાગી 2’ની હિરોઈનએ દિશા પટણીએ, પોતાની ‘આદર્શ’ હોલીવુડ સીંગર બિયોન્સના ગીત પર નાચ કરતો વિડીયો ઈનસ્ટાગ્રામ પર કર્યો પોસ્ટ : ફેન્સમાં વિડીયો થયો વાયરલ

મુંબઈ : બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની સુંદર તસવીરોની સાથે પોતાના જોરદાર ડાન્સિંગ વીડિયોઝ, ફોટો-વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર અવારનવાર શેર કરે છે.
શનિવારે દિશાએ પોતાનો વધુ એક વીડિયો સોશયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તેની ડાન્સ સ્કિલ્સ જોવા મળે છે. આ વીડિયોમાં દિશાએ બિયોન્સેના 2018ના યાદગાર કોચેલા પરફોર્મન્સ પર ડાન્સ કરકરતી જોવા મળી રહી છે.

આ વીડિયોના કેપ્શનમાં દિશાએ લખ્યું છે કે, આ વીડિયો તેની ‘આદર્શ’ માટે એક ટ્રિબ્યૂટ છે. તેણે પોતાના કોરિયોગ્રાફર જેમ્સનો પણ આધાર માન્ય છે.

ઉલ્લેખનીય છે કે, દિશાની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘બાગી 2’ને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 165 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. તાજેતરમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે, તેને સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં એક મહત્વપૂર્ણ રોલ મળ્યો છે. ‘ભારત’ 2019માં ઈદના દિવસે રિલીઝ થશે.

 

(11:59 pm IST)