ફિલ્મ જગત
News of Monday, 28th May 2018

મોગલીની લડાઇ શેરખાન ઉપરાંત માનવી સાથે પણ

નેવુંના દસકના ખુબ જાણીતું પાત્ર બનેલો અને બધાના હૃદયમાં સ્થાન મેળવી ચુકેલો મોગલી ઝડપથી આવી રહ્યો છે. વોર્નર બ્રધર્સએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. જેમાં મોગલીની લડાઇ શેરખાન ઉપરાંત માનવી સાથે પણ થઇ રહી હોવાનું દેખાડાયું છે. જંગલમાં જાનવરો સાથે એક બાળકની દોસ્તીને લોકોએ ખુબ પસંદ કરી હતી. ૨૦૧૬માં આવેલી ફિલ્મ મોગલીની આ સિકવલ છે. આ ફિલ્મનું નામ પણ મોગલી જ રખાયું છે. અગાઉની કહાનીની આ ફિલ્મમાં આગળ વધારાઇ છે. અગાઉની ફિલ્મની જેમ જ આ ફિલ્મમાં પણ બઘીરા અને બલ્લુ મોગલીને દરેક ક્ષણે મદદ કરતાં જોવા મળશે. ફિલ્મના અંતે મોગલી અને શેરખાનની લડાઇ પણ છે. ૧૯મી જુને આ ફિલ્મ રિલીઝ થવાની છે.

(9:04 am IST)