ફિલ્મ જગત
News of Wednesday, 28th April 2021

સૈફ અલી ખાનના હાથે લાગી મોટી ફિલ્મ: સાયન્ટિસ્ટ હોમી જહાંગીર ભાભાની ભૂમિકામાં મળશે જોવા

મુંબઈ: 'ભૂત પોલીસ', 'આદિપુરુષ' અને 'વિક્રમ વેધ', બંટી ઓર બબલી -2 જેવી આગામી ફિલ્મ્સ પછી અભિનેતા સૈફ અલી ખાનને બીજી મોટી ફિલ્મ મળી છે. અહેવાલ છે કે અભિનેતા ટૂંક સમયમાં વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાની ભૂમિકામાં જોવા મળશે. અહેવાલ છે કે સૈફે પરમાણુ ભૌતિકશાસ્ત્રી હોમી જહાંગીર ભાભાના રહસ્યમય મૃત્યુ પર આધારિત જીવનચરિત્રના નાટક પર સહી કરી છે. ડિરેક્ટર વિક્રમજિત સિંહે દિગ્દર્શિત કરવાના છે.

(5:00 pm IST)