ફિલ્મ જગત
News of Wednesday, 28th April 2021

તૂફાનમાં મહિલાનું પાત્ર પણ અત્યંત મજબૂત અને મહત્વનું

ફરહાન અખ્તર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ તૂફાનની ચાહકો રાહ જોઇ રહ્યા છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાની આ ફિલ્મ સ્પોર્ટસ ડ્રામા છે. એવો દાવો કરાયો છે કે આ કહાની સાથે દુનિયાનો દરેક વ્યકિત પોતાને જોડાયેલો સમજશે. નિર્દેશક રાકેશે કહ્યું હતું કે તૂફાન એક અન્ડરડોગની કહાની છે. સોૈથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મ મતભેદ ઉભા કરવાને બદલે પ્રેમ વિસ્તારવાની વાત કરે છે. બોકસીંગ એ દુનિયાની પ્રસિધ્ધ રમતો પૈકીની એક છે. આ કારણે અમેરિકા, દક્ષિણ અમેરિકા, રૂસ, યુરોપ સહિતના દેશના લોકો પણ આ ફિલ્મ સાથે જોડાઇ જશે. ફિલ્મ મહિલા સશકિતકરણને પણ રજૂ કરશે. તૂફાનમાં મહિલા નાયકની પણ મજબુત અને મહત્વની ભુમિકા છે. આ પાત્ર મૃણાલે ભજવ્યું છે.   અનન્યા નામનું તેનું પાત્ર અનેક મહિલા માટે પ્રેરણારૂપ બનશે. આ ફિલ્મ અમેઝોન પ્રાઇમ પર એકવીસમી મેના રોજ રિલીઝ થશે. 

(10:17 am IST)