વધુ એક એકશન ધમાકો કરવા શાહિદની તૈયારી
શાહિદ કપૂર વધુ એક એકશન ફિલ્મ કરવાની તૈયારીમાં છે. શશાંક ખેતાન ધમાકેદાર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું નામ યોધ્ધા રખાયું છે. શાહિદને મુખ્ય ભુમિકા આપવામાં આવી છે. આ ફિલ્મ સંપુર્ણ રીતે જબરદસ્ત એકશન ધમાકા છે. થોડા સમય પહેલા વાત આવી હતી કે શાહિદે ફિલ્મ છોડી દીધી છે. પરંતુ ખુદ શશાંક ખેતાને જ સ્પષ્ટતા કરી છે કે શાહિદ આ ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મનું શુટીંગ અલગ અલગ દેશોમાં થવાનું છે. ખુબ મોટા બજેટની આ ફિલ્મ છે. જો કે આ ફિલ્મ પહેલા શાહિદ કપૂર ધર્મા પ્રોડકશનની માલદિવ્સ મિશન પર આધારીત ફિલ્મ માટે કામ કરી રહ્યો છે. તેની ફિલ્મ જર્સી પણ આવી રહી છે. જેમાં તે ક્રિકેટરનો રોલ નિભાવી રહ્યો છે. આ ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ થઇ ગયું છે. ફિલ્મમાં શાહિદ સાથે મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર મુખ્ય ભુમિકામાં છે. તેલુગુ ભાષામાં આ જ નામથી બે વર્ષ પહેલા આવેલી જર્સી પરથી હિન્દી ફિલ્મ પણઆ જ નામથી બનાવાઇ છે.