ફિલ્મ જગત
News of Wednesday, 28th April 2021

નિક્કી ફરીથી ટીવી પરદે આવવા આતુર

મહારાષ્ટ્ર ઓૈરંગાબાદની નિક્કી તંબોલી ત્રણ વર્ષથી અભિનય કારકિર્દી સાથે જોડાયેલી છે. સાઉથમાં કાંચના-૩ સહિતની ફિલ્મો કરી ચુકેલી નિક્કીને બિગ બોસ-૧૪ને કારણે અસંખ્ય ચાહકો ઓળખતા થઇ ગયા છે. નિક્કી પોતાની ખુબસુરતી અને સોશિયલ મિડીયા પરની પોતાની પોસ્ટને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. બિગ બોસમાં તે ભલે વિજેતા બની શકી નહોતી પરંતુ તેની કારકિર્દી માટે આ શો ખુબ નિર્ણાયક બની ગયો છે. તેને એક પછી એક નવા કામ મળવા માંડ્યા છે. સોશિયલ મિડીયા પર તે પોતાની કાતિલ અદાઓથી આગ લગાડતી રહે છે. ચાહકો તેની આ તસ્વીરોને ખુબ પસંદ કરે છે અને વાયરલ કરતાં રહે છે. બિગ બોસ પછી દર્શકો વધુ એક વખત નિક્કીને ટીવી પરદે જોઇ શકશે. તે હવે ખતરો કે ખિલાડી શોમાં જોવા મળવાની છે. તાજેતરમાં નિક્કીના લાલ ડ્રેસ અને કાળી નાઇટી સાથેની તસ્વીરોએ ધમાલ મચાવી દીધી હતી. નવા શો સાથે તે ઝડપથી દર્શકો સામે આવવા આતુર છે.  

(10:15 am IST)