ફિલ્મ જગત
News of Tuesday, 28th March 2023

ફિલ્‍મમાં ઇમરાજ હાશ્‍મીના માદક કિસીંગ સીન જોઇ પત્‍ની પરવીનની બબાલઃ પતિના સીનથી નાખુશ

‘મર્ડર' ફિલ્‍મના કિસીંગ સીનને લઇ પરવીને ઘરે ઇમરાન હાશ્‍મીના હાથ પર નખ મારી લોહી કાઢયુ

મુંબઇઃ બોલિવુડ એક્ટર ઇમરાન હાશ્મીએ ઇંન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ ઉભી કરી છે. તે પોતાની ફિલ્મોમાં હીરોહીન સાથે અતરંગી સીન આપતો રહે છે. તેના મોટા ભાગના ફેન્સ આજે પણ કિસર બોય તરીકે ઓળખે છે. પરંતુ ઇમરાન હાશ્મી પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ અલગ રાખે છે. ઘણા લોકો વિચારતા હશે કે, ફિલ્મમાં કિસિંગ સિન આપનારા ઇમરાનને તેની પત્ની પરવીન જ્યારે આ સીન જોતી હશે ત્યારે શું કરતી હશે. જેના વિશે ઇમરાન ખાને એક ટીવી શોમાં જણાવ્યું હતું.

ઇમરાને 2006માં પરવીન સાથે લગ્ન કર્યા. એ પહેલા તેઓ 6 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા. ઇમરાને કહ્યું કે, તેમની ડેબ્યૂ ફિલ્મ મર્ડર 2004માં રિલીઝ થઇ હતી અને તે તેની પત્નીને ફિલ્મ જોવા લઇ ગયો. જ્યારે પડદા પર કિસિંગ સીન આવ્યો ત્યારે તેની પત્નીએ ઇમરાનના હાથ પર જોરથી નખ માર્યા અને કહ્યું કે, તે આવું બધુ કર્યું અને મને કહ્યું પણ નહીં. બાદમાં જ્યારે તેમણે હાથ છોડ્યો તો લોહી નીકળી રહ્યું હતું. ઇમરાને કહ્યું કે, આજે પણ તેની પત્ની પરવીન આ પ્રકારના રૉલથી ખુશ નથી.

ઇમરાને બાદમાં તેની પત્નીને સમજાવી હતી. જ્યારે જ્યારે તે આ પ્રકારના સીન આપે છે ત્યારે તેની પત્ની શોપિંગ માટે લઇ જાય છે અને કાર્ડ આપી દે છે. ત્યારબાદ લાખો રૂપિયાની શોપિંગ થાય છે. આજે પણ તેઓ ફિલ્મના સીન પર ચર્ચા નથી કરતા. ઇમરાનની પત્નીને ફિલ્મો તો પસંદ છે પરંતુ તે આ ગ્લેમરસથી ક્યારેય ઇમ્પ્રેસ નથી થઇ.

(5:54 pm IST)