ફિલ્મ જગત
News of Saturday, 28th March 2020

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ એક મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે લડતી હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીના કારણે સમગ્ર દેશ લોકડાઉન છે. સામાન્ય નાગરિકોથી માંડીને સેલેબ્સ પણ પોતાના ઘરોમાં કેદ છે. પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યાં છે. પરંતુ આમ છતાં કેટલાક લોકો આ મહામારીને ગંભીરતાથી લેતા નથી અને રોજબરોજના કામોને લઈને લોકડાઉન તોડતા જોવા મળી રહ્યાં છે. હાલમાં જ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે લડતી જોવા મળી રહી છે. શ્વેતાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા મહિલાને ખુબ સંભળાવ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

સિક્યુકતમાં વીડિયોમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે પોતાની મેડને પોતાની સાથે લઈ જવા માટે લડી રહી છે. ગાર્ડે ખુબ ના પાડી તો પણ તે ધાર્યું કરી રહી છે. હાલ  બધા જ્યારે ગરીબોની મદદ કરતા જોવા મળે છે તો આવા સમયે આ મહિલા માનવતાને નેવે મૂકતી જોવા મળી છે. મહિલાએ ધમકી આપતા કહ્યું કે તે ઘરકામ કરવા માટે નથી. જો તમને મેડ સાથે અંદર ન જવા દીધી તો તે મેડને મહિનાના પૂરા પૈસા નહીં આપે.

અહીં કોરોનાના કારણે જ્યાં બોલિવૂડ સ્ટાર્સ સુદ્ધા પોતાનું કામ જાતે કરી રહ્યાં છે ત્યાં આ મહિલા લોકડાઉનમાં સરકારના નિયમોને નેવે મૂકીને નફ્ફટાઈથી ધાર્યું કરવાની જીદ કરી રહી છે. શ્વેતા તિવારીએ આ વીડિયો શેર કરતા લખ્યું કે આ એક બેજવાબદારીપૂર્ણ હરકત છે અને તેની ધરપકડ થવી જોઈએ. કયા પ્રકારનો આ વ્યવહાર છે. હદ છે.

(4:38 pm IST)